About Author
જન્મ ઉત્તર ગુજરાતમાં જાણીતા ધાર્મિક સ્થળ મહુડીની બાજુમાં આવેલા હિંમતપુરા ગામમાં થયો. બાળપણ અમદાવાદમાં વીત્યું અને પ્રાથમિક શિક્ષણ પણ અમદાવાદમાં મેળવ્યું. સ્નાતક અભ્યાસ આણંદમાં આવેલ ગુજરાત એગ્રિક્ચરલ યુનિવર્સિટીમાં થયો. કારકિદીની શરૂઆત જાણીતી સંસ્થા એવી IIM, અમદાવાદ અને ત્યાર પછી GIDR (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રીસર્ચ) એક રિસર્ચ પ્રોજેક્ટમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે થઈ. ત્યારબાદ AKRSP નામની નામાંકિત સંસ્થામાં ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને ભરૂચ-નર્મદા વિસ્તારમાં ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટમાં કામગીરી કરી. વર્ષ ૨૦૦૧માં ‘આકાર’ સંસ્થાની સ્થાપના કરીને સ્વતંત્ર તાલીમકાર તરીકે કામગીરી શરૂ કરી. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વિવિધ સંસ્થાઓમાં તેમના સ્ટાફની સક્ષમતા પર તાલીમકાર તરીકે કામગીરી કરી.
આગળ જતાં કોર્પોરેટમાં તાલીમ કરવાનો અવસર મળ્યો. જેમાં ટાટા, અદાણી, બૉશ, મુરૂગપ્પા, નિરમા, ટોરેન્ટ પાવર, જી.એસ.એફ.સી., જેવી ભારતની નામકિત કંપનીમાં તાલીમ આપવાની કામગીરી કરી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમ્યાન પ્રચલિત એવા કર્મયોગી અભિયાનમાં માસ્ટર ટ્રેનર તરીકે ગુજરાત સરકારમાં IAS, IPSથી લઈને વર્ગ-૪ ના કર્મચારીઓને તાલીમ આપવાનો અવસર મળ્યો. પોલીસ ડીપાર્ટમેન્ટ, ગ્રામીણ વિકાસથી લઈને અલગ અલગ ક્ષેત્રમાં તાલીમ આપવાનો અવસર મળ્યો. સાબરમતી જેલ અને ઉદેપુર જેલમાં પણ મારા મોટિવેશનલ કાર્યક્રમ આયોજિત થયા. કેટલાંક પ્રોગ્રામ સમાજના વંચિત સમુદાય એવા ટ્રાન્સજેન્ડ અને સેક્સ વર્કર સાથે પણ થયા. બાળકો સાથે મસ્તીની પાઠશાળા દ્વારા જીવન ઘડતર, યુવાનો સાથે સર્વ નેતૃત્વ જેવા કાર્યક્રમો કર્યા. હેપ્પી કપલ હેપ્પી લાઇફ પ્રોજેક્ટ અંર્તગત હજ્જારો નવ દંપતીના કાર્યક્રમો પણ કર્યા. કોરોનામાં મોટિવેશન ઓનલાઇન સેમિનાર કર્યા.
લખવાનો શોખ હોવાથી લેખન ક્ષેત્રમાં જંપલાવ્યું. પ્રથમ પુસ્તક ‘આપણે આપણા બાળકોની નજરે’ની એક લાખથી વધારે કોપી વેચાઈ અને વહેંચાઈ. આજે તો જુદા જુદા વિષયો પર લાખો લોકોને પ્રેરણા આપતા વિચારો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ રહ્યા છે. સુરક્ષા સંવાદ પુસ્તક ભારતની અન્ય ભાષામાં એટલે કે ઓડિયામાં પણ અનુવાદિત થઈ.
હાલમાં જીવનના અનુભવોને માણવાનો અને વહેચવાનો આનંદ લઈ રહ્યા છે. સ્વચિંતન કરતાં તેમને સમજાયું કે ‘પોતે સ્પષ્ટ થવું અને બીજાને જીવન પ્રત્યે સ્પષ્ટ કરવા’ તે વિશ્વનું સૌથી મહાન કાર્ય છે.
વર્ષ 2024સુધીમાં ભારતના બાર રાજ્યોમાં તાલીમ દ્વારા લાખો લોકોને પ્રેરણા આપવાની કામગીરી કરી છે. કેટલાંક પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થઈ રહ્યો છે,જેથી વૈશ્વિક કક્ષાએ વિચારોનું વૃંદાવન રચાય. ગુજરાતી વાચકોએ ખૂબ પ્રેમ આપ્યો અને કેટલાંક પુસ્તકો હજારોની સંખ્યામાં લાખો ગુજરાતી ઘરમાં પહોંચ્યા તેનો રાજીપો છે.
Copies Sold
0
K+
Books
0
+
1986
My First Book
Quisque suspendisse fames eget risus quam posuere eu massa, consequat nec vestibulum fermentum velit nunc, dictum dui orci urna vitae.