પ્રસ્તુત પુસ્તકમાં પરિવારને એકબીજાની નજીક લાવવામાં મદદરૂપ થાય તેવા સિદ્ધાંતો આપ્યા છે. કેટલાક સામાન્ય રીતે જોવા મળતા પ્રશ્નોનું કદાચ સમાધાન મળી જાય તો પરિવારની સુખાકારી પાછી આવી ગય. આ પુસ્તક પરિવારમાં રહેનારા દરેક વ્યક્તિની સમજ વિકસે અને તેમના સંબંધો વધારે સારી ગુણવત્તાવાળા બને તેના માટે છે. અહીં, કેટલાક સંયુકત પરિવારની વાતો આપણે એ બાબતે ધ્યાન દોરે કે જો તેઓ સમુહમાં પ્રેમ અને આનંદપૂર્વક રહી શકતા હોય તો ચાર-છ વ્યક્તિ ધરાવનારા પરિવાર માટે તો આ રીતે જીવવું ચોક્કસ સંભવ છે. અહીં, સ્વયં રસ્તો શોધવાની પ્રક્રિયામાં મદદરૂપ બને તેવા વિચારો પ્રસ્તુત છે.