Best Selling Book
બધી જ બાજી અવળી પડે ત્યારે
જીવનમાં જેઓની બધી જ બ્રાજી અવળી પડી ગઈ હોય તેવો બેઠા કેવી રીતે થયા? જીવનમાં હતાશા અને નિરાશાને ખંખેરીને સ્વપ્રેરણા જગાડતું આ પુસ્તક તેમાં રજૂ કરેલી જીવતી વારતાઓથી સમૃદ્ધ છે.
Biography
Suresh Prajapati
લખવાનો શોખ હોવાથી લેખન ક્ષેત્રમાં જંપલાવ્યું. પ્રથમ પુસ્તક ‘આપણે આપણા બાળકોની નજરે’ની એક લાખથી વધારે કોપી વેચાઈ અને વહેંચાઈ. આજે તો જુદા જુદા વિષયો પર લાખો લોકોને પ્રેરણા આપતા વિચારો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ રહ્યા છે. સુરક્ષા સંવાદ પુસ્તક ભારતની અન્ય ભાષામાં એટલે કે ઓડિયામાં પણ અનુવાદિત થઈ.
હાલમાં જીવનના અનુભવોને માણવાનો અને વહેચવાનો આનંદ લઈ રહ્યા છે. સ્વચિંતન કરતાં તેમને સમજાયું કે ‘પોતે સ્પષ્ટ થવું અને બીજાને જીવન પ્રત્યે સ્પષ્ટ કરવા’ તે વિશ્વનું સૌથી મહાન કાર્ય છે.
વર્ષ 2024સુધીમાં ભારતના બાર રાજ્યોમાં તાલીમ દ્વારા લાખો લોકોને પ્રેરણા આપવાની કામગીરી કરી છે. કેટલાંક પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થઈ રહ્યો છે,જેથી વૈશ્વિક કક્ષાએ વિચારોનું વૃંદાવન રચાય. ગુજરાતી વાચકોએ ખૂબ પ્રેમ આપ્યો અને કેટલાંક પુસ્તકો હજારોની સંખ્યામાં લાખો ગુજરાતી ઘરમાં પહોંચ્યા તેનો રાજીપો છે.