અંતરમાં અજવાળું
Suresh Prajapatiફોન અથવા વોટ્સએપ પર પણ ઓર્ડર આપી શકો છો.
- વિષય
- પ્રેરણા
- પ્રકાશન
- 16 ફેબ્રુઆરી, 2024
- ભાષા
- ગુજરાતી
- પ્રકાશક
- આકાર પબ્લિકેશન
પુસ્તક વિશે
સ્વચિંતનનો અર્થ થાય છે ભીતરમાં ડોકિયું કરવું. એકવાર અંદરનો પ્રકાશ જ્યારે અજવાળું પાથરે છે ત્યારે આપણી ઘણી દ્વિધાઓ કે અસમંજસ દૂર થઈ જાય છે. બીજા માટે જે યોગ્ય હોય તે રસ્તો આપણા માટે યોગ્ય હોય પણ ખરો અને ના પણ હોય! બીજાના અજવાળે ચાલવા કરતાં સ્વયંનું અજવાળું આપણામાં આત્મવિશ્વાસ જગાવે છે. સવાલ એ છે કે આપણે આપણી ભીતરમાં ડોકિયું કરીને તેમાં રહેલા પ્રકાશને જોઈ શકીએ છીએ ખરા? એક મોટિવેશનલ પુસ્તક
આ પુસ્તક કોના માટે
પ્રેરણાનાં પુસ્તકો મુશ્કેલ સમયમાં હિંમત આપે છે અને ધ્યેય તરફ આગળ વધવાની દિશા બતાવે છે. નાના પ્રસંગો અને સરળ ઉદાહરણો દ્વારા હકારાત્મક વિચાર, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નની વાત અહીં કહેવાઈ છે.
લેખક વિશે
સુરેશ પ્રજાપતિ જાણીતા ગુજરાતી લેખક, પ્રેરક વક્તા અને લાઇફ કોચ છે. 2001થી તેમણે પ્રેરણા, સંબંધો, નેતૃત્વ અને શિક્ષણ જેવા વિષયો પર 40થી વધુ પુસ્તકો લખ્યાં છે અને ભારતનાં 12થી વધુ રાજ્યોમાં તાલીમ કાર્યક્રમો લીધા છે.
લેખક વિશે વધુઓર્ડર અને ડિલિવરી
આ પુસ્તક વોટ્સએપ અથવા ફોન દ્વારા મંગાવી શકાય છે. પુસ્તક કુરિયર દ્વારા તમારા સરનામે પહોંચશે. એકથી વધુ નકલ કે શાળા અને સંસ્થા માટેના ઓર્ડર માટે સંપર્ક કરો.